1 કાળવ્રત્તાંત 27 : 1 (GUV)
ઇઝરાયલની સંખ્યા, એટલે તેઓના પિતૃઓનાં કુટુંબોના સરદારો, સહસ્રાધિપતિઓ, શતાધિપતિઓ તથા અધિકારીઓ, જેઓની ટોળીઓમાંથી અકેક ટોળી વારાફરતી વર્ષમાં મહિને મહિને આવતી, તથા જેઓ હરકોઈ બાબતમાં રાજાની સેવા કરતા હતા, તેઓની સંખ્યા દરેક ટોળીમાં ચોવીસ હજારની હતી.
1 કાળવ્રત્તાંત 27 : 2 (GUV)
પહેલા મહિનાને માટે પહેલી ટોળીનો ઉપરી ઝાબ્દીએલનો પુત્ર યાશોબામ હતો. તેની ટોળીમાં ચોવીસ હજાર હતા.
1 કાળવ્રત્તાંત 27 : 3 (GUV)
[તે] પેરેસના પુત્રોમાંનો [હતો], ને તે પહલા મહિનાની ટોળીના સર્વ સરદારોનો ઉપરી હતો.
1 કાળવ્રત્તાંત 27 : 4 (GUV)
બીજા મહિનાની ટોળીનો ઉપરી દોદાય અહોહી હતો, તેની ટોળીનો નાયક મિકલોથ; અને તેની ટોળીમાં ચોવીસ હજાર હતા.
1 કાળવ્રત્તાંત 27 : 5 (GUV)
ત્રીજા મહિનાની ટોળીનો ત્રીજો સરદાર યહોયાદા યાજકનો પુત્ર બનાયા હતો; તેની ટોળીમાં ચોવીસ હજાર હતા.
1 કાળવ્રત્તાંત 27 : 6 (GUV)
જે ત્રીસ [શૂરવીરો] માં પરાક્રમી તથા તેમનો જે ઉપરી હતો તે જ એ બનાયા હતો. તેની ટોળીમાં તેનો પુત્ર અમિઝાબાદ હતો.
1 કાળવ્રત્તાંત 27 : 7 (GUV)
ચોથા મહિનાને માટે ચોથો [સરદાર] યોઆબનો ભાઈ અસાએલ, ને તેની પછી તેનો પુત્ર ઝબાદ્યા હતો; તેની ટોળીમાં ચોવીસ હજાર હતા.
1 કાળવ્રત્તાંત 27 : 8 (GUV)
પાંચમાં મહિનાને માટે પાચમો સરદાર શામ્હૂથ ઇસહારનો વંશજ હતો; તેની ટોળીમાં ચોવીસ હજાર હતા.
1 કાળવ્રત્તાંત 27 : 9 (GUV)
છઠ્ઠા મહિનાને માટે છઠ્ઠો [સરદાર] તકોઈ ઇક્કેશનો પુત્ર ઈરા હતો; તેની ટોળીમાં‍ ચોવીસ હજાર હતા.
1 કાળવ્રત્તાંત 27 : 10 (GUV)
સાતમા મહિનાને માટે સાતમો [સરદાર] એફ્રાઇમપુત્રોમાંનો હેલેશ પલોની હતો; તની ટોળીમાં ચોવીસ હજાર હતા.
1 કાળવ્રત્તાંત 27 : 11 (GUV)
આઠમા મહિનાને માટે આઠમો [સરદાર] ઝેરાહીઓમાંનો સિબ્બખાય હુશાથી હતો; તેની ટોળીમાં ચોવીસ હજાર હતા.
1 કાળવ્રત્તાંત 27 : 12 (GUV)
નવમા મહિનાને માટે નવમો [સરદાર] બિન્યામિનિઓમાંનો એબીએઝેર અનાથોથી હતો; તની ટોળીમાં ચોવીસ હજાર હતા.
1 કાળવ્રત્તાંત 27 : 13 (GUV)
દશમાં મહિનાને માટે દશમો [સરદાર] ઝેરાહીઓમાંનો માહરાય નટોફાથી હતો, તેની ટોળીમાં ચોવીસ હજાર હતા.
1 કાળવ્રત્તાંત 27 : 14 (GUV)
અગિયારમા મહિનાને માટે અગિયારમો [સરદાર] એફ્રાઈમપુત્રોમાંનો બનાયા પિરાથોની હતો; તેની ટોળીમાં ચોવીસ હજાર હતા.
1 કાળવ્રત્તાંત 27 : 15 (GUV)
બારમાં મહિનાને માટે બારમો [સરદાર] ઓથ્નીએલનો હેલેદ નટોફાથી હતો; તેની ટોળીમાં ચોવીસ હજાર હતા.
1 કાળવ્રત્તાંત 27 : 16 (GUV)
તે ઉપરાંત ઇઝરાયલનાં કુળો પર નીચે પ્રમાણે અમલદાર હતા: રુબેનીઓનો અમલદાર ઝિખ્રીનો પુત્ર એલીએઝેર હતો; શિમયોનીઓનો, માકાનો પુત્ર શફાટ્યા.
1 કાળવ્રત્તાંત 27 : 17 (GUV)
લેવીનો, કમુએલનો પુત્ર હશાબ્યા; હારુનનો, સાદોક;
1 કાળવ્રત્તાંત 27 : 18 (GUV)
યહૂદાનો, અલિહૂ (એ દાઉદના ભાઈઓમાંનો એક હતો); ઇસ્સાખારનો મિખાએલનો પુત્ર ઓમ્રી;
1 કાળવ્રત્તાંત 27 : 19 (GUV)
ઝબુલોનનો, ઓબાદ્યાનો પુત્ર યુશ્માયા; નફતાલીનો, આઝીએલનો પુત્ર યરેમોથ;
1 કાળવ્રત્તાંત 27 : 20 (GUV)
એફ્રાઈમપુત્રોનો આઝાઝ્‍યાનો પુત્ર હોશિયા; મનાશ્શાના અર્ધકુળનો, પદાયાનો પુત્ર યોએલ;
1 કાળવ્રત્તાંત 27 : 21 (GUV)
ગિલ્યાદમાં મનાશ્શાના અર્ધ [કુળ] નો, ઝખાર્યાનો પુત્ર યિદ્દો; બિન્યામીનનો, આબ્નેરનો પુત્ર યાસિયેલ;
1 કાળવ્રત્તાંત 27 : 22 (GUV)
દાનનો, યરોહામનો પુત્ર આઝારેલ. તેઓ ઈઝરાયલનાં કુળોના અમલદારો હતા.
1 કાળવ્રત્તાંત 27 : 23 (GUV)
પણ વીસ વર્ષના તથા તેથી ઓછી વયનાઓની ગણતરી દાઉદે કરી નહોતી; કેમ કે યહોવાએ આકાશના તારાઓની જેમ ઇઝરાયલને વધારવાને વચન આપ્યું હતું.
1 કાળવ્રત્તાંત 27 : 24 (GUV)
સરુયાના પુત્ર યોઆબે ગણતરી કરવા માંડી, પણ તે પૂરેપૂરી કરી નહિ, [ગણતરી કરવા] ને લીધે ઇઝરાયલ પર કોપ આવ્યો. દાઉદ રાજાના કાળવૃતાંતની તવારીખમાં એ ગણતરી નોંધવામાં આવી નથી
1 કાળવ્રત્તાંત 27 : 25 (GUV)
રાજાના ભંડારો ઉપર અદીએલનો પુત્ર આઝમાવેશ નિમાયેલો હતો. સીમમાંના, નગરોમાંના, ગામોમાંના તથા કિલ્લાઓમાંના ભંડારો ઉપર ઉઝઝિયાનો પુત્ર યહોનાથાન હતો.
1 કાળવ્રત્તાંત 27 : 26 (GUV)
ખેતી કરનારાઓ ઉપર દેખરેખ રાખવા કલૂબનો પુત્ર એઝી હતો.
1 કાળવ્રત્તાંત 27 : 27 (GUV)
દ્રક્ષાવાડીઓ ઉપર શિમઈ રામાથી હતો. દ્રક્ષારસના કોઠારોને માટે દ્રક્ષાવાડીઓની જે પેદાશ આવતી તેના ઉપર ઝાબ્દી શિફમી હતો.
1 કાળવ્રત્તાંત 27 : 28 (GUV)
જૈતવૃક્ષો તથા ગુલ્લરવૃક્ષો જે નીચાણના પ્રદેશમાં હતાં, તેઓના ઉપર બાલ-હાનાન ગદેરી હતો. તેલના ભંડારો ઉપર યોઆશ હતો.
1 કાળવ્રત્તાંત 27 : 29 (GUV)
શારોનમાં ચરનારા ઢોરોનાં ટોળા ઉપર શિટ્રાય શારોની હતો; અને નીચાણમાં જે ઢોરો ચરતાં હતાં તે ટોળાં ઉપર અદલાયનો પુત્ર શાફાટ હતો.
1 કાળવ્રત્તાંત 27 : 30 (GUV)
ઊંટો ઉપર ઓબિલ ઇશ્માએલી હતો. ગધેડા ઉપર યેહદયા મેરોનોથી હતો.
1 કાળવ્રત્તાંત 27 : 31 (GUV)
ઘેટાંબકરાં ઉપર યાઝીઝ હાગ્રી હતો. એ બધા દાઉદ રાજાની મિલકત હતી, તેના પર દેખરેખ રાખનારા હતા.
1 કાળવ્રત્તાંત 27 : 32 (GUV)
વળી દાઉદના કાકા યોનાથાન મંત્રી હતા, તે સમજુ પુરુષ હતા, ને ચિટનીસ હતા, હાખ્મોનીનો પુત્ર યહીએલ રાજાના પુત્રોનો શિક્ષક હતો.
1 કાળવ્રત્તાંત 27 : 33 (GUV)
અહિથોફેલ રાજાનો મંત્રી હતો. હૂશાય આર્કી રાજાનો મિત્ર હતો.
1 કાળવ્રત્તાંત 27 : 34 (GUV)
અહિથોફેલ પછી બનાયાનો પુત્ર યહોયાદા તથા અબ્યાથાર હતા. અને રાજાનો સેનાપતિ યોઆબ હતો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34

BG:

Opacity:

Color:


Size:


Font: